STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

ચાલ આપણે રમીએ હોળી હોળી

ચાલ આપણે રમીએ હોળી હોળી

1 min
294

હું લાવું રંગ બેરંગી રંગ,

તું બનાવ રંગોળી,

ચાલ ને આપણે રમીએ હોળી હોળી,

નફરત, ઈર્ષ્યા, અદેખાઈ, બુરાઈ ને આગમાં દઈએ હોમી,

ચાલ ને આપણે રમીએ હોળી હોળી,


તારા અહંકારને નાખ ફુગ્ગા જેમ ફોડી,

તારા દુર્ગુણોને દે તું છોડી,

તારા આત્માને લે ઢંઢોળી,

લાવ સદગુણોને ફંફોળી,

ચાલને આપણે રમીએ હોળી હોળી,

ગમ, ઉદાસી હતાશાને માર ગોળી,

ચાલ ખુશીથી ભરી દે સૌની ઝોળી,

ચાલ આપણે રમીએ હોળી હોળી,


પ્રેમ, સાથ, સહકારની જમીએ આપણે પૂરણપોળી,

જો ને ખુશીઓ સંગ લાવી આ હોળી,

સૌના હૃદયમાં પૂર તું આ રંગબેરંગી રંગોળી,

ચાલ ને આપણે રમીએ હોળી હોળી,

કરવા ઉદ્ધાર આ ભારત ભોમકાનો હૃદયની પીંછી ને લે પ્રેમના રંગમાં ઝબકોળી

જો ને માં ભોમની રક્ષા કાજે આવી આ જવાનોની ટોળી

ચાલ ને આપણે રમીએ હોળી હોળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance