હૈયે વાગ્યા તારી યાદોના બાણ
હૈયે વાગ્યા તારી યાદોના બાણ
તનને ભીંજવે આ ચોમાસુ,
મનને ભીંજવે તારી યાદ,
મનનો મોર કરે થનગનાટ,
એક આ મોસમનો નશો,
બીજી તારી યાદનો નશો,
તન, મન ઝૂમી ઊઠે,
હૈયાના આકાશે રચાયું મોસમ
તારા પ્રેમનું મેઘધનુષ્ય,
જીવન બની ગયું મારું મોસમ
આ સપ્તરંગી મેઘધનુષ્ય મોસમ,
બહાર વરસે વર્ષા રીમઝીમ,
ભીતર તારી યાદો અનરાધાર,
મનની ધરતી બની હરિયાળી,
લીલો રંગ બધે પથરાયો,
મોરલા એ છેડ્યો કોઈ રાગ,
ધરતી બની ગઈ જાણે એક બાગ,
હૈયે વાગે, કોઈની યાદોના બાણ,
ધરતી બની ગઈ જાણે જીવંત ગઝલ,
વર્ષાએ પૂર્યા એમાં પ્રાણ.

