STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Romance Others

3  

Jaya. jani. Talaja."jiya"

Romance Others

પ્રેમનો રંગ

પ્રેમનો રંગ

1 min
725

છે રંગ સાત,

બધા જ ધરાવે છે

પોતાનું અસ્તિત્વ, 

એક રંગ, અનોખો રંગ, 

પ્રેમનો રંગ,


બધા જ રંગોમાં,

એની નિરાલી પરખ,

નાના-મોટા સહુને, 

આ રંગનો હરખ,


જેમાં રંગાઈ આખી દુનિયા, 

રંગાય સૌ કોઈ પ્રેમ રંગમાં, 

હોય પછી માતાનું વહાલ, 

કે પત્નીનું સાનિધ્ય, 

સહેલી સખી કે બહેનનું સગપણ 

હોય એમાં હેતનો ગળપણ, 


બધા જ રંગોને, 

પ્રેમ રંગ સાથે સગપણ,

લડાઈ ઝઘડા એ હોળીનુંં કામ,

ઊડે રંગ ગુલાલ,

ને મળે બધા રામ રામ, 

આ પ્રેમ રંગનું કામ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance