તમારો રંગ
તમારો રંગ
ફરી આ જન્મે મનગમતો સંગ જડ્યો છે,
ને તમારી આંખનો અફીણી રંગ ચડ્યો છે.
સૂર્ય આથમી રહ્યો છે પેલી ક્ષિતીજે ને,
પાછો તમારી મહેંદી જેવો રંગ ઉગ્યો છે.
ધૂળેટી ઉજવાય રહી છે મુજ ભીતરમાં,
"પ્રેમ"ને તમારાં હૈયા કેરો રંગ અડ્યો છે

