Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mansi Desai

Romance

3  

Mansi Desai

Romance

હોય

હોય

1 min
131


આજકાલ, દરેક સાંજે,

બાલ્કનીમાં ઊભા રહી, ઢળતાં સૂર્યને જોઈ,

દિવસભરના સવાલો એકસાથે વિચારે આવે છે.


'તારા માટે તારું-મારુંં, આપણું છે,

તો મારાં માટે એ માત્ર મારું જ કેમ હોય ?'


'બધું જ તારા તરફ્થી છે,

તો પણ, એ એકતરફી કેમ ન હોય ?'


'તને લાગે છે, તું જ રાહ જોવે છે,

તો બીજી બાજુ જોવયેલી રાહ કઈ હોય ?'


'તારા બધાં જ સવાલો મારાથી છે,

તો એના દરેક જવાબ તારામાં જ કેમ હોય ?'


'ઘણું-ખરુ જાણીએ છીએ હવે,

તો અચાનક, અજાણ્યા જેવું વર્તન કેમ હોય ?'


'વિચાર મારાં, લખાણ મારું,

ને એમાં અચૂક શબ્દો ખૂટે,

તો એ શબ્દ તારા જ કેમ હોય ?'


આવા સવાલો સમા,

આથમતો સૂર્ય જાણે વળતર રૂપે જવાબ આપતો હોય,

કે,

"તારા સવાલ પૂછવાના અંદાજ માત્રથી એટલો ખ્યાલ આવે કે,

કદાચ, આ ફરીથી થયેલો તારો જ પ્રેમ હોય."


Rate this content
Log in

Similar gujarati poem from Romance