STORYMIRROR

Dipakbhai Makwana

Romance

3  

Dipakbhai Makwana

Romance

હોળી આવી

હોળી આવી

1 min
179

હોલે હોલે કરતી હોળી આવી,

હૈયાને રંગમાં ઝબોળી હોળી આવી,


જૂની પિચકારી મેડા ઉપરથી નીચે ઉતારો મારી,

રંગોની કરો તૈયારી રંગભરી હોળી આવી,


રંગોના ઉત્સાહમાં ભાન ભૂલેલાને દેશ ભાવના ભૂલાઈ,

બઝારમાં દુશ્મન ચાઈનાની પિચકારી આવી,


ઘેર ઘેર ફરી ઘેરૈયા એ કરી ગોઠની ઉઘરાણી,

હોળીની ગોઠ લાવો મારી આજ હોળી આવી,


નાના મોટા સૌમાં આનંદ ઉત્સાહની લહેર છવાઈ,

ખજૂર દાળિયા અને ધાણી ખાવાની મજા આવી,


નથી રહ્યો પ્રહલાદ કે નથી રહી હવે હોલીકા તોય દર વરસે હોળી આવી,

સળગાવે "દીપ" વરસે હોળી તોય આસુરી શક્તિ ફરી ફરી પાછી આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance