પાનખરે ઝરૂખેથી
પાનખરે ઝરૂખેથી
પાનખરે ઝરૂખેથી જોયું આજે,
વાસંતી એ દુલ્હન ઊભી દરવાજે,
લીલીછમ ઓઢણી પહેરીને
એ તો,
રંગબેરંગી ફૂલડાંના શણગાર સજે,
સંગાથે લાવી એ સખી ઉષ્મા,
એને જોઈ પેલા ઝાડવાનું દિલ રીજે,
વનનો મોરલો આજે બહું ટહુકે ને,
ઉપવન ગજાવ્યું કોયલે શરણાઈના સાજે,
રતુંબડી રંગોળીનાં કર્યા કામણ,
કેસુડાએ સજાવ્યાં આંગણ આજે,
આખીયે વનરાજી જીવંત થઈ નાચે,
આજે વ્હાલી વાસંતીના આગમન કાજે.
