Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chirag Padhya

Tragedy

4.8  

Chirag Padhya

Tragedy

પાનખર

પાનખર

1 min
497


ખરે છે પાનખરમાં પાન, તો ડાળી શું કરશે !

અને કરમાય તાજા ફૂલ, તો માળી શું કરશે !


છે પાણી શાંત તો, સચવાય સીમાડા મહીં પણ,

વહે પાણી ને તોડે પાળ, તો પાળી શું કરશે !


ને હું બચતો રહ્યો, જાળા ખસેડી રાહમાંથી,

વગર ગૂંથણ રચાઈ જાળ, તો જાળી શું કરશે !


ને મનને ટેવ કે, એ ભૂલવા મથતા તમોને,

ફરી ચ્હેરો એ આવે યાદ, તો ટાળી શું કરશે !


એ બદલે વાત ભદ્રા, તોય જો ખુલ્લા પડ્યા છે,

નથી વળતી હૃદયની વાત, તો વાળી શું કરશે !   


Rate this content
Log in