STORYMIRROR

Manjula Bokade

Romance

4  

Manjula Bokade

Romance

પાનખર ગઈ

પાનખર ગઈ

1 min
321

પાનખર ગઈ ને આવી વસંતઋતુ રઢિયામણી,

પ્રેમી પંખીડામાં કામણ જાગ્યા પ્રીતની રીત સોહામણી,


આંબા ડાળે કોયલ ટહુકે, મોરલા ગાય મેઘ મલ્હાર,

પ્રિયતમ પિયુ ને પોકારે સજી સોળ શણગાર,


ડાળે ડાળે કૂંપળ ફૂટી ખિલ્યા પુષ્પો અનેક,

પ્રકૃતિએ નવું રૂપ ધર્યું શોભા અવર્ણનીય,


વર્ણન કરતા શબ્દો ખૂટે નહીં પિયુની પ્રીત,

પ્રેમમાં એકાકાર બનીએ તો થાય પ્રેમની જીત,


પ્રેમરાઞ એવો રાગ છે, ગાતા મનડું મલકાય,

હોય પ્રિયતમનો સાથ તો પ્રેમરસ છલકાય,


પ્રેમનો ઇઝહાર કરતા ગીત મજાનાં ગાય,

જેના શબ્દો તો અવર્ણનીય કહેવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance