STORYMIRROR

Dr. Ranjan Joshi

Tragedy

4  

Dr. Ranjan Joshi

Tragedy

પાનેતર

પાનેતર

1 min
432

સગાઓની સાથ મારું વ્હાલ ગયું હાલ્યું,

દીકરીના માંડવે પાનેતર મ્હાલ્યું.


બાપના હૃદયનો કટકો લઈ ચાલ્યું,

માં ની મીઠી મમતાની આડે એ આવ્યું,

રોકો કે કોઇ મારું ફળિયું આ ચાલ્યું,

દીકરીના માંડવે પાનેતર મ્હાલ્યું.


રંગે છે શ્વેત તોયે કરતું નિશ્ચેત,

ચોરે છે આજ મારી ખુશીઓની ભેટ,

દરવાજે થાપા દઇ સઘળું લઇ ચાલ્યું,

દીકરીના માંડવે પાનેતર મ્હાલ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy