STORYMIRROR

અવિનાશી અલગારી

Tragedy

3  

અવિનાશી અલગારી

Tragedy

પાંચમની છઠ્ઠ થઈ ગઈ

પાંચમની છઠ્ઠ થઈ ગઈ

1 min
155

ઝૂલે ઝૂલ્યા ઘડીક ને જુઓ પાંચમની છઠ્ઠ થઈ ગઈ,

પલક મારતા મૈયા મચ્છુ સૌને પોતાની ગોદમાં લઈ ગઈ,


ચૂલે મેલ્યા લાપસી ના આંધણ નાની નાતીની રાહ જોતી રહી ગઈ,

‘પપ્પા મમ્મી મળતા નથી ‘વાત સાંભળી શીશુની, સૌની આંખો ભીની થઈ ગઈ,


યમરાજે કર્યા મુહૂર્તના સોદા, કૈલાસે પણ ભારે મેદની થઈ ગઈ,

મચ્છુ નહીં પણ આજે તો માનવતા જ ગોઝારી થઈ ગઈ,


મોતનો પાડો દોડી ગ્યો ને સલામતીની ભૂંગળ વાગતી થઈ ગઈ,

પૂછો એ સ્વજનોને જેની જિંદગી પળમાં નરક થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy