પામો નવલ ઉત્થાન
પામો નવલ ઉત્થાન
શુભેચ્છા લાખેણી આપીએ, આપીએ ઘણાં માન,
જિંદગી બને જાજરમાન ને પામો નવલ ઉત્થાન.
માન મર્યાદા કેમ સાચવવી? શીખ્યા છીએ આપથી,
નૈતિકતાને માન્યું ઘરેણું, એથી જ મળ્યું છે સન્માન.
નિવૃત્તિમાં પ્રવૃત્ત રહેવાથી, પામશો નિરોગી કાયા,
છલકાવો મંજુષા સત્કર્મથી, સેવું એવા અરમાન.
વય છો ને વધી શરીરની, મનથી રહેવું સદા યુવાન,
પુલકિત રહેજો સદૈવ, એ જ ખરી પૂજા ને ધ્યાન.
યશ કીર્તિ વધે, એવાં જ કર્મોની કરજો તમે ખેતી,
'શ્રી' કહે સાચા હ્રદયથી, એ જ ઈશ્વરનું ફરમાન.
