STORYMIRROR

Isha Kantharia

Romance Others

4  

Isha Kantharia

Romance Others

પાગલ પ્રેમ

પાગલ પ્રેમ

1 min
397

વરસો પછી એને જોવાનું મને બહું મન થયું,

આજે મારું શાંત મન ઠેકડા મારી હરણ થયું,


વિચારમગ્ન મુજને વાગી જોરથી એક ઠોકર,

તે ઘડીએ તને ભૂલી મુજને મારું સ્મરણ થયું,


નયનો બંધ થયા ને આવ્યું તારું મીઠું સોણલું,

સપનામાં તારા ને મારા પ્રેમનું એકીકરણ થયું,


થયો આભાસ મને તારા આવવાના એંધાણનો

ના આવ્યાં તારા સપના તે રાતે જાગરણ થયું,


મારી શેરીમાં આવ્યો તારા બુલેટનો અવાજ

સાંભળતા જ મન ને હૈયા વચ્ચે રમખાણ થયું,


આવી તે પૂછયું.. કેમ છે ? બદલાઈ ગઈ છો !

તે જ સમયે શબ્દો વચ્ચે યુધ્ધ ધમાસાણ થયું,


હસતા હસતા તે આપી તારા લગ્નની કંકોતરી,

તે જ સમયે ફરી મારા પાગલ પ્રેમનું મરણ થયું,


તારી યાદોને ફરી ચઢાવી દીધી ઊંચે માળિયે,

દિવાનગીને ઘણા સમય બાદ આજે શાણપણ થયું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance