Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SHEFALI SHAH

Tragedy

5.0  

SHEFALI SHAH

Tragedy

ઓનલાઇન સહવાસ

ઓનલાઇન સહવાસ

1 min
286


હવે ક્યાં થાય છે બહુ માણસને પ્રત્યક્ષ રૂપે માણસનો સહવાસ,

હવે તો થાય છે મોબાઈલથી જ સંબંધો સાચવવાનો પ્રયાસ.


તો વળી પ્રકૃતિનો પણ ક્યાં કરે છે હવે માણસ સહવાસ,

ઈન્ટરનેટની દુનિયામાં જ હવે તો એનો છે કાયમી વાસ.


સમય ક્યાં છે રોજ મંદિરમાં જઈને માણવા પ્રભુનો સહવાસ,

થોકબંધ ભક્તિ સાહિત્ય ઠલવાય છે, મોબાઈલમાં એમાં જ એને વિશ્વાસ.


ઘણાને તો હવે ગમે છે માત્ર ઓનલાઇન મિત્રોનો જ સહવાસ,

કુટુંબ ભલેને કિલ્લોલની રાહમાં બેઠું હોય આસપાસ.


શું આવશે ક્યારેય એવી ક્ષણ જ્યારે કરીશું આપણે આપણો જ સહવાસ,

ને જોડાઈ શકીશું ફરી પ્રકૃતિ સાથે ને કરીશું એમાં જ હર્ષોલ્લાસ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy