ઓનલાઇન પ્રેમ
ઓનલાઇન પ્રેમ
ઓનલાઇન પ્રેમમાં એ મિલન મુલાકાતનો લ્હાવો ક્યાં છે !
ઓનલાઇન પ્રેમમાં એ ઇન્તેઝારની મજા ક્યાં છે !
ઓનલાઇન પ્રેમમાં એકબીજામાં ભળવાની મજા ક્યાં છે !
ઓનલાઇન પ્રેમમાં રિસાવાની અને મનાવવાની મજા ક્યાં છે !
ઓનલાઇન પ્રેમમાં સાથે બેસી સપનાં જોવાની ક્યાં મજા છે !
ઓનલાઇન પ્રેમમાં એ વિરહની મજા ક્યાં છે !
ઓનલાઇન પ્રેમમાં એ પ્રેમ પત્રોની મજા ક્યાં છે !
ઓનલાઇન પ્રેમમાં સાચા પ્રેમની મહેક ક્યાં છે !
