STORYMIRROR

Leena Vachhrajani

Drama

4  

Leena Vachhrajani

Drama

ઓળખ

ઓળખ

1 min
174

મારી પાસે થોડી સરગમ છે, થોડા શબ્દ છે,

થોડી આશા છે, થોડી નિરાશા છે,

બસ આનાથી વધુ ખબર નથી કે હું શું છું, કારણકે હું સ્ત્રી છું.

મારી પાસે થોડા શ્વાસ છે, થોડા નિશ્વાસ છે,

થોડો વિશ્વાસ છે, થોડો અવિશ્વાસ છે,

બસ આનાથી વધુ ખબર નથી કે હું શું છું, કારણકે હું સ્ત્રી છું.

મારી પાસે થોડી પ્રિત છે, થોડી રીત છે,

થોડી નફરત છે, થોડી શરાફત છે,

બસ આનાથી વધુ ખબર નથી કે હું શું છું, કારણકે હું સ્ત્રી છું.

મારી પાસે થોડી લાગણી છે, થોડી માંગણી છે,

ક્યારેક અકારણ અળખામણી છે,

બસ આનાથી વધુ ખબર નથી કે હું શું છું, કારણકે હું સ્ત્રી છું.

મારી પાસે ઘણા સપનાં છે, ઘણા પોતાનાં છે,

ઘણું જીવવું છે, પણ થોડી જિંદગી છે,

બસ આનાથી વધુ ખબર નથી કે હું શું છું, કારણકે હું સ્ત્રી છું.

સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama