STORYMIRROR

Rohit Prajapati

Romance

3  

Rohit Prajapati

Romance

ઓગળી જાય છે

ઓગળી જાય છે

1 min
105

ઓગળે છે દિવસ ને, મારી રાત મહેંકી જાય છે,

તારા પગરવ સંભળાતા, જ ધબકાર વધી જાય છે,


ધારણાઓ કાલની હતી, એ આજની હકીકત બની,

જિંદગી આબેહૂબ, બીબામાં ઢળી એ ગમી જાય છે,


ઈશ તો દીઠો નથી ક્યારેય નજરો નજર જીવનમાં,

તારા આવવાથી, એ ઓરતાની પણ પૂર્તિ થાય છે,


સપ્તરંગી આ દુનિયા પણ બ્લેક એન્ડ વ્હાઇટ હતી,

દુનિયાને પણ પ્રેમની ભાષા શીખવી રંગ ભરી જાય છે,


આછી પાતળી લાઇટમાં પણ મુખ મલકાતું હતું, 

રાતને પણ પોઢાડી ચાદર તું મારામાં ઓગળી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance