ઓઢે ઉદાસી આંગણું
ઓઢે ઉદાસી આંગણું
કન્યા વિવાહે કાંપતા ભીનાં નયનમાં માબાપનાં,
રડતું હૃદય ને ધ્રૂજતાં, ભીનાં નયન માબાપનાં,
શૈશવ ખરી, યૌવન ધરી, થાશે હવે એ પારકી ?
બેબાકળા થઈ પૂછતાં ભીનાં નયન માબાપનાં,
છે રીત આ કેવી જગતની ? પારકી કરવી પડે,
કટકો હૃદયનો સોંપતા ભીનાં નયન માબાપનાં,
માહોલ તો ગમગીન થશે, ઓઢે ઉદાસે આંગણું,
સ્મરણો સકલ વાગોળતાં ભીનાં નયન માબાપનાં,
ગંભીર થઈ ને માંડવે બેઠી, ગમે ના એ જરા,
ટહુકા કરો 'શ્રી' બોલતાં ભીનાં નયન માબાપનાં.
