STORYMIRROR

Gaurav Shah

Fantasy Tragedy

3  

Gaurav Shah

Fantasy Tragedy

ઓછી પડી

ઓછી પડી

1 min
12.5K


ના પાણી ઓછું પડ્યું,

કે ના આંસુ ઓછા પડ્યા,

તારા માટેની મારી બધી જ તરસ ઓછી પડી,


ઝરણાં ખાલી થવાનું ખરું કારણ મને જણાયું,

તમને નદીની થોડી-ઘણી મીઠાશ ઓછી પડી,


તારાં આવા અબોલા જોઈને જ મને જણાયું,

તમને પોતાના જ આંખોની કાજળ ઓછી પડી,


જ્યારે બધી ઝુલ્ફો તમે ખુલ્લી કરી તો જણાયું,

મને સમય સાથે જ તમારી લાગણી ઓછી પડી,


મોર જ્યારે મેં ટહુક્યા વગર સાંભળ્યા જણાયું,

ઝાડ સાથે આ વાર થોડી વરસાદ ઓછી પડી,


રાહ જોતો રહ્યો હું વર્ષોથી ને બાદમાં જણાયું કે,

પત્ર તો આવ્યો પણ થોડી લાગણી ઓછી પડી,


મને પણ બધાને દુઃખી કરતા ફાવે પણ જણાયું,

મારી તો મીઠાશભરી લાગણી જ ઓછી પડી,


દરિયામાં ડૂબવાનું કારણ પણ એ જ જણાયું,

મને તો કિનારાની જ થોડી ગહેરાઈ ઓછી પડી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy