STORYMIRROR

Gaurav Shah

Drama Tragedy

3  

Gaurav Shah

Drama Tragedy

શું હોય છે

શું હોય છે

1 min
14.1K


જઈને કોઈ પીડાને પૂછો ઉદાસી

શું હોય છે,

દવાને નહિ ચોટને પૂછો ઉદાસી

શું હોય છે,


મળતા હતા આપણે જે બાંકડા પર હરરોજ,

જઈને તે બાંકડાને પૂછો ઉદાસી શું હોય છે,


વસંતઋતુને જોઈને શાને ખુશ થાય છે તું,

પાનખરના પાનને પૂછો ઉદાસી શું હોય છે,


એક સ્પર્શ મને ગમી ગયેલ છે હંમેશા માટે,

તે સ્પર્શનાં અભાવને પૂછો ઉદાસી શું હોય છે,


પવન તો એની મેળે આવતો જ રહેશે સદાય,

જઈને કોઈ દીવાને પૂછો ઉદાસી શું હોય છે,


હમણાં હસી પણ નથી શકાતું પહેલાની જેમ,

જઇને ભીની આંખને પૂછો ઉદાસી શું હોય છે,


એક ઘટના મૃત્યુ જેમ ટકી ગઈ છે મારામાં,

જઈને તે વેદનાને પૂછો ઉદાસી

શું હોય છે,


ઝરૂખો, બારી, દીવાલ બધું અહીં નસીબ છે,

વગર છતની ઝૂંપડીને પૂછો ઉદાસી શું હોય છે,


બધે ખુશી શોધતો કેમ ફરે છે હવે ' એકાંત '

જઈને તારી જાતને પૂછી જો ઉદાસી શું હોય છે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Drama