STORYMIRROR

Gaurav Shah

Romance Thriller

3  

Gaurav Shah

Romance Thriller

તબાહી મચાવી દીધી

તબાહી મચાવી દીધી

1 min
14.2K


મા ને ઘરડાઘર માં મૂકીને મંદિરમાં જવા લાગ્યો,

પછી ગંગામાં સ્નાન કરી તબાહી મચાવી દીધી,


આમ ભીતરે તો વિષય બધો, શ્રદ્ધા નો જ હોય છે,

ઈશ્વર ને અલ્લાહ જુદા પાડી, તબાહી મચાવી દીધી,


વેદના નદીના પ્રવાહની જેમ સતત,

વહેતી જ રહી,

એક આંસુ ને તમે રોકી રાખી, તબાહી મચાવી દીધી,


ગૃહપ્રવેશ સમય પર કંકુ ચોખા, સાથે સ્વાગત કર્યું,

દીકરીને ગર્ભમાં મારી નાખી, તબાહી મચાવી દીધી,


મુશળધાર વરસાદ,

તારી કાતિલ નજર અને અદા,

ઉપરથી વાળ ખુલ્લા કરી તે, તબાહી મચાવી દીધી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance