ઓ નાદાન પરિન્દે
ઓ નાદાન પરિન્દે


ઓ નાદાન પરિન્દે ઘરે જલ્દી આવી જા,
અમે ક્યાં કહીએ છે કે તું અમને અઢળક પ્રેમ દે,
થોડી બુંદ તારી લાગણીઓની જ આપી દે એ જ અમારી તરસ છે.
એટલી પણ શું ચિંતા બીજાની,
કે નાં તને ખાવાની,સૂવાની કે પોતાના જાતની ફિકર.
એક ક્ષણ પણ નકામી વેડફતો નથી,
પણ તારી એક મીઠી નજર ભરી ક્ષણ પણ અમૂલ્ય અમારાં માટે છે...
ઓ નાદાન પરિન્દે તારી એક સ્મિત ભરી ઝલકમાં ખુશીઓ થી મહેંકે આ પરિવાર સારો.