ઓ ! મારી ડાયરી !
ઓ ! મારી ડાયરી !
મારા મૌનમાં બની તું શાયરી !
ઓ ! મારી ડાયરી !
તુજની પ્રીતથી બંધાયેલ હું,
તુજથી જ જિંદગી છે કાશ !
તુજ છે મારું સર્વસ્વ,
તુજ મારી છે આશ !
મારા મૌનમાં બની તું શાયરી !
ઓ ! મારી ડાયરી !
જ્યારે નાવ મારી મઝધારમાં,
અહીં તહીં ભટકી ફસાઈ વમળોમાં !
તુજથી વિચારોનું કરી મનોમંથન,
અમૃતરુપી ખીલી જિંદગી કમળોમાં !
મારા મૌનમાં બની તું શાયરી !
ઓ ! મારી ડાયરી !
આવી કિનારે, ભીની રેતમાં શોધું જે,
જડ્યું એ 'જીવનશિલ્પ' તારા ડગલે !
નિત આનંદથી હવે જોઈ હું છલકાઉ,
એવું 'સ્વપ્નમોતી' મળે તુજ પગલે!
મારા મૌનમાં બની તું શાયરી !
 
; ઓ ! મારી ડાયરી !
મારી સર્વ લાગણીઓને કરી અકબંધ,
મીઠી યાદોની તું ઝણકાર !
મન ચંચળ લાગે નહિં તુજ વિના ક્યાંય,
મુજ હ્દયનો છે તું રણકાર !
મારા મૌનમાં બની તું શાયરી !
ઓ ! મારી ડાયરી !
કૃષ્ણપ્રીતથી તને સજાવી આજ,
તેજસ્વિતા-કર્મનિષ્ઠા-ભાવસભરતાની તું શાન!
ઓ! હમસફર! તું બની'સ્વપ્નીલ',
'જીવન માધુર્ય' નું મળે તને માન !
મારા મૌનમાં બની તું શાયરી !
ઓ ! મારી ડાયરી !