STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

ઓ.. મા નમસ્તે !

ઓ.. મા નમસ્તે !

1 min
313

ચૈતન્ય મમ ગૃહનું, કારણ અસ્તિત્વનું

હે જન્મદાત્રી પવિત્ર સ્નેહ પુંજ નમસ્તે !


આનંદ મૂર્તિ ને વાત્સલ્ય કેરી વિભૂતિ તું,

સકળ કિલ્લોલનું કારણ, યશોદા નમસ્તે !


પોષતી, સદા અન્નપૂર્ણા ને વ્હાલ વર્તુળ ગૃહનું,

બાળનું તું જ વિશ્વ વળી જ્ઞાન દાત્રી નમસ્તે !


બંધન તું પ્રેમનું ને ખુદને બાંધતી સર્વ સ્નેહે,

નિ:સ્વાર્થ કર્મી અખંડ જ્યોત સમ નમસ્તે !


વહેંચતી સઘળું નવ પામતી સર્વથા નિસ્પૃહી,

ઋણી અહર્નિશ રહે સર્વ તવ સ્નેહે નમસ્તે !


હે જનની, તવ પ્રકાશે પ્રજ્વલિત અમ વૈભવ,

વાત્સલ્ય મૂર્તિ મમ હૃદયે વિરાજતી નમસ્તે !


કરુણા સભર સદા અર્પતી આશિષ સર્વથા,

માતૃ દેવી સર્વથી ન્યારી આરાધ્ય દેવી નમસ્તે !


નમસ્તે, નમસ્તે ! અર્પણ સર્વ કીર્તિ તવ ચરણે,

પરમ સ્થાન મમ હૃદયે રહેશે ઓ મા, નમસ્તે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational