નકામું.
નકામું.
ન જળવાય સ્વમાન ત્યાં રહેવું નકામું,
બહેરા કાને આપણે કશું કહેવું નકામું,
નથી જરુરી કે દરેક વાતથી જ સમજે,
કદર ન હોય આપણી ત્યાં સહેવું નકામું,
કોણે કીધું સત્ય સહજ સ્વીકારાય જાય,
અહમી વ્યક્તિની સામે વળી વદવું નકામું,
ઝાઝા શિષ્ટાચારને દુનિયા નથી સમજતી,
ઉધ્ધત આગળ વારંવાર એવું કરવું નકામું,
ન હોય પાત્રતાને પદ મળી જાય સંજોગે,
એના વહેણમાં આપણે કદી વહેવું નકામું.
