STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

ભાગ્યનિર્માતા

ભાગ્યનિર્માતા

1 min
497

અશક્યને શક્યતાઓથી ભરી દઉં છું. 

સફળતાને એની સામે કદી ધરી દઉં છું. 


હાથવગું હથિયાર પરિશ્રમ છે શોભતું, 

કંટકરાહમાં પુષ્પોને સદા પાથરી દઉં છું. 


નાસીપાસ થવાનું ના આવે મારામાં વળી,

આત્મબળે ખુદ વિજય આવકારી દઉં છું. 


મને પરિસ્થિતિ વિચલિત નહીં કરી શકે,

ઠોકરનો પથ્થર મૂકી સીડી હું કરી દઉં છું.


હું બની ગયો છું હવે તો પર્યાય કર્મતણો,

અંતરાય સંમુખ ચેતવણી આખરી દઉં છું. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational