STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

ભવનું ભાથું

ભવનું ભાથું

1 min
414

ભક્તિ કરીને તું હવે ભવનું ભાથું બાંધ,
સંત સમાગમ કરીને ભવનું ભાથું બાંધ !

ન ઊંચો ને ન નીચો બનવાની હામ રાખ તું,
માત્ર માનવ બનીને તું ભવનું ભાથું બાંધ !

સવારે ખીલીને કરમાવાના છે સાંજે સહુ,
તો સુગંધ ફેલાવીને તું ભવનું ભાથું બાંધ !

માર્ગ કોઈ જ નથી બસ એજ એક માર્ગ છે,
આટલું સમજી લે તું ને ભવનું ભાથું બાંધ !

કર્મનાં બંધનો તો બંધાઈ રહ્યા હર ક્ષણે,
હવે અકર્તા બનીને તું ભવનું ભાથું બાંધ !

કોઈનું સારૂં ન કરી શકીએ તો વાંધો નહિ,
કોઈને ન નડીને તું ભવનું ભાથું બાંધ !

"પરમ" કેરા ચરણોમાં થઈ જા તું અર્પણ,
"પાગલ" સમર્પણથી તું ભવનું ભાથું બાંધ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational