તમારા નગરમાં
તમારા નગરમાં
મને મળી ગયું મારું તમામ તમારા નગરમાં,
ના રહેતી હૈયે કશીએ હામ તમારા નગરમાં,
સ્વર્ગ સમી એ ભૂમિ મનને લોભાવનારી હો,
જ્યાંથી મળ્યાં તમે સુખધામ તમારા નગરમાં,
મળે મીઠો મધુરો આવકાર પગલાં મૂકતાંને ,
નિસર્ગની હાજરીને પ્રણામ તમારા નગરમાં,
બાગ બગીચા વાડીવૈભવ મનભરીને માણો,
પાલતૂ પશુપંખીઓના મુકામ તમારા નગરમાં,
સ્નેહ, સંપ, સહકાર પરસ્પર નગરજનોમાં,
પાંચમાં પૂછાય એવું છે નામ તમારા નગરમાં.
