STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

સમજૂતી

સમજૂતી

1 min
503

મન સાથે થાય જ્યાં સામાધાન નામ એનું સમજૂતી.

થાય એકમેકના રાજીપાનું નિદાન નામ એનું સમજૂતી.


એક કદમ તમે ચાલો એક કદમ હું એવો ઘાટ થનારો, 

જળવાય ઊભયપક્ષનું સન્માન નામ એનું સમજૂતી.


મતભેદ ટળી જાયને મધ્યમ માર્ગની હોય વિચારણા,

ગુમાવીને મેળવવાનું હોય નિશાન નામ એનું સમજૂતી. 


થાય છે દીવાઓ બેય ઘેર આનંદ ઉત્સાહ વરતાતો, 

રહી જાય પછી એકબીજાનું માન નામ એનું સમજૂતી. 


હોય છે ક્યારેક માંગ સમયની પામી જવાનું હોય છે,

ભૂલાતું નીતિ નિયમોનું શાનભાન નામ એનું સમજૂતી. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational