છે કસોટી અહીં
છે કસોટી અહીં
કદમ કદમ પર છે કસોટી અહીં,
એજ છે જીવનની સત્યતા અહીં,
બે છેડાં ભેગાં ગરીબ કરી ન શકે,
ને ધનવાનને ત્યાં મિજબાનીઓ ઉડે,
ઉપરવાળો પણ કરે છે ત્યાં મહેર ઘણી,
રંકને તો જીવનભર કસોટી ઘણી-ઘણી,
ચાહું બસ , ઈશ્વર એવું સ્વર્ગ પૃથ્વી મહીં,
માનવી માનવ બને, મૂલ્ય વધે માનવતાનું અહીં,
વસુધૈવકમ્ કુટુંબકમની ભાવના હોય જ્યાં
આવીને વસે મારો ઈશ્વર પણ ત્યાં.
