ભક્તોની કસોટી
ભક્તોની કસોટી
સાચા લોકો ને, ભક્તોની કસોટી જગતમાં જયારે થાય,
ત્યારે સત્યની સાથે અમરગાથા ગવાય,
સીતાના સતીત્વ માટે ખૂદ,
રામ ભગવાને અગ્નિ પરીક્ષા કરાવી,
એમાંથી પાર થયાં સીતામાય,
જેની અમરગાથા ગવાય.
પ્રભુનું નામ ના લેવા પિતાએ,
લોહ સ્તંભ રોપાવ્યો'તો,
ભક્ત પ્રહલાદને બાથ ભરવા કેતા,
ભક્તને નરસિંહ રૂપ લઇ ઉગાર્યો'તો,
આવી કારમી કસોટી થાય,
એની અમરગાથા ગવાય.
નળ-દમયન્તીની વાત ક્યાં અજાણી,
નળ વેચાયા ચાંડાલ ઘેર,
ને દમયન્તીને ભરવા પડ્યા રાજા ઘેર પાણી,
આવી કારમી કસોટી થાય પાર,
જયારે ભક્તને હરી કરે
સહાય,
જેની અમરગાથા ગવાય.
શેઠ શગાળશા ને ચંગાવતીની,
પ્રભુએ કસોટી કરી'તી ભારી,
હાલરડાં ગાઈ કુંવર કેલઈયાને ખાંડો,
આંખમાંથી જો જો ના પડે આંસુ,
એવી વાત વિપત્તની ભારી,
જમવા જયાં પ્રભુને પીરસે,.
ત્યાંજ કેલઇયો સજીવન થાય.
કારમી કસોટીમાંથી પાર થાય,
એનાં અમર નામ લેવાય.
અરે ગોરા કુંભાર, મીરાં ને,
નરસિંહ મહેતાની પણ,
પ્રભુએ કસોટી કીધી'તી ભારી,
ભક્તોએ ક્યારેય હિંમત ના હારી,
સત્યની સાથે રહી પ્રભુ પોતે,
ભક્તોની કસોટી પાર કરાવી જાય,
આવા મહાન વિરલાને ભક્તોની,
જગતમાં અમરગાથા ગવાય.