પરમ સ્મિત
પરમ સ્મિત
જીવું છું હું ઈચ્છાઓને મારીને,
સીવું છું હું ઝખ્મોને એમ કરીને,
હળાહળ ગટગટાવ્યું છે હસતા,
મીરા બની જાળવું છું ખુમારીને,
શું મોત શું જીવન મહોબ્બતમાં,
બાજી જીત્યો છું ખુદને હારીને,
યુગોથી ધૂંધવાતો રહ્યો છું ભીતર,
બેઠોછું અંદર એક અગ્નિ ભારીને,
"પરમ" સ્મિત ને આ "પાગલ" પન,
ખુશ છું આંસુથી આંખ શણગારીને.
