પણ નથી મળતા શબ્દો તારા માટે મા
પણ નથી મળતા શબ્દો તારા માટે મા
ભલે ને મારા સપના હોય અઢળક,
પણ મારા સપનાની દુનિયા તો તું જ છે મારી માં,
ભલે નું હું ભણ્યો હોય અઢળક
પણ મારી જીવનની નિશાળ તો તું જ છે મારી માં,
ભલે ને મે વાંચ્યા પુસ્તકો અઢળક,
પણ એ પુસ્તકોનું ગ્રંથાલય તો તું જ છે મારી માં,
ભલે ને થઈ હોય અદભૂત અનુભૂતિ અઢળક,
પણ એ અનુભૂતિની વિભૂતિ તો તું જ છે મારી માં,
ભલે ને મારું તન ફરે આ દુનિયા અઢળક,
પણ મારા મનની મંજિલ તો તું જ છે મારી માં,
ભલે ને હું શીખ્યો ભાષાઓ અઢળક,
પણ મારો શબ્દકોશ તું જ છે મારી માં,
"પણ નથી મળતા શબ્દો તારી માટે મારી માં."