Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mitul Lakhani

Others

4.7  

Mitul Lakhani

Others

જિંદગી

જિંદગી

1 min
995


મળી આ જિંદગી અણમોલ અદકેરી,

કોઈ કહે ક્ષણભંગુર,

કોઈ કહે ક્યારે પતશે !


વીતી જશે એ સમય સંગાથે,

કોઈ કહે સમય રુક્તો નથી,

કોઈ કહે સમય વીતતો નથી.


સારી નરસી એ જિંદગીની પળો,

કોઈ નરસીને સુધારી જાણે,

કોઈ સારીને જીવી ના જાણે.


માંગે એ મહેનત મબલખ,

કોઈ કરે તનતોડ મહેનત,

કોઈ કરે મન તોડ.


લઈ આવે એ આખરી એક જ ચિત્તામાં,

કોઈ ના હોય અસ્થિ ને,

કોઈની હોય રાખ નકામી.


Rate this content
Log in