STORYMIRROR

Mitul Lakhani

Inspirational

3  

Mitul Lakhani

Inspirational

પણ નથી મળતા શબ્દો મારી માં

પણ નથી મળતા શબ્દો મારી માં

1 min
508

ભલે ને મારા સપના હોય અઢળક,

પણ મારા સપનાની દુનિયા તો,

તું જ છે મારી મા,


ભલે નું હું ભણ્યો હોય અઢળક,

પણ મારી જીવનની નિશાળ તો,

તું જ છે મારી મા,


ભલે ને મે વાંચ્યા પુસ્તકો અઢળક,

પણ એ પુસ્તકો નું ગ્રંથાલય તો,

તું જ છે મારી મા,


ભલે ને થઈ હોય અદભૂત અનુભૂતિ અઢળક,

પણ એ અનુભૂતિની વિભૂતિ તો,

તું જ છે મારી મા,


ભલે ને મારું તન ફરે આ દુનિયા અઢળક,

પણ મારા મનની મંજિલ તો,

તું જ છે મારી મા.


ભલે ને હું શીખ્યો ભાષાઓ અઢળક,

પણ મારો શબ્દકોશ,

તું જ છે મારી મા.


પણ તોય નથી મળતા શબ્દો,

તારી માટે મારી મા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational