મઢૂલી
મઢૂલી
ઈંટ, માટીને વાંસથી આકારી અમે મઢૂલી,
દેહરક્ષા કરવા કાજે સ્વીકારી અમે મઢૂલી,
નથી પંખા કે એ.સી.ની સુવિધા એમાં તો,
કુદરતી હવાની ભેટે આવકારી અમે મઢૂલી,
ટાઢ, તાપને વરસાદથી રક્ષનારી એ અમને,
બનાવી અતિથીને બોલાવનારી અમે મઢૂલી,
સાદા જીવનની છે સંકલ્પના એમાં સમાઈ,
આસોપાલવ તોરણે શણગારી અમે મઢૂલી,
પક્ષી ભાતભાતનાં આવીને ટહૂકતાં જ્યાં,
લાગે સૌથી સવાઈ વળી સારી અમે મઢૂલી.