સત્ય
સત્ય
વહેલામોડું સૌને સમજાય છે સત્ય,
ઈશ્વરનો પર્યાય ગણાવાય છે સત્ય,
સુવર્ણના પાત્રથી ઢંકાયેલ છે મુખ,
ક્યાં તરત કદી સ્વીકારાય છે સત્ય ?
જરુરી પ્રિયવચનથી એને કહેવાનું,
તોય ક્યાં લોકપ્રિય થાય છે સત્ય ?
નથી છૂપાવી શકાતું કોઈ પણ રીતે,
આખરે અનાવૃત દેખાય છે સત્ય,
પરમેશ પણ તરફદારી કરે છે એની,
છેવટે વિજય વરી પંકાય છે સત્ય,
આચરનારે સહન કરવું પડે છે ઘણું,
ગુમાવીને પછી મેળવાય છે સત્ય.
