Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sonu sonanu

Romance

3  

sonu sonanu

Romance

ઓ કા'ના મનમોહક

ઓ કા'ના મનમોહક

1 min
134


નિહાળું અવિરત રૂપ તારું ઓ કા'ના મનમોહક

સૂધબૂધ ભૂલી ખોવાવું તારામાં ઓ કા'ના મનમોહક,


ચોરી જા ગોરી ગાવડીનાં મહિનું મે બાંધ્યું મટકું,

ચિતડાનાં ચોર કહી બોલવું નહીં ઓ કા'ના મનમોહક,


વગાડ તારી વાંસળીનાં સૂર ને રેલાવ અઢળક પુર,

ભાન ભૂલી ને આજ તારી થાવું ઓ કા'ના મનમોહક,


પ્રેમ મદન કુંજની ડાળીઓએ તારી સાથે મલકાવું,

ભૂલી જાતને સદીઓનું સુખ પામું ઓ કા'ના મનમોહક,


સંગાથ આ તારો જાણે ધરા પર ઝળહળે સાચું સોનું,

એને તારી આંગળીના વેઢે મઢાવું ઓ કા'ના મનમોહક.


Rate this content
Log in

Similar gujarati poem from Romance