Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Fantasy

4.8  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Fantasy

ઓ જિંદગી, આવું શું કરે છે

ઓ જિંદગી, આવું શું કરે છે

1 min
316


આવું છું કહી જાય છે પછી પાછી ક્યાં આવે છે !

રહે છે મારી સાથે ને પાછી તું મુજને જ સતાવે છે ?

ઓ જિંદગી, આવું શું કરે છે !


સજાવવા તુજને આ બંદો જવાની ખુદની ખપાવે છે,

પહોંચું મથી ને કિનારે જરાક ત્યાં મુજને ડૂબાડે છે !

ઓ જિંદગી, આવું શું કરે છે !


જીવતરના શમણાં લીલાં ને પીળાં હરદમ બતાવે છે.

સાચા થવાને ટાણે જ મને તું ઊંઘમાંથી ઉઠાડે છે ?

ઓ જિંદગી, આવું શું કરે છે !


આજેય છું ને રહીશ હું કાલે જાણે એવું જ જતાવે છે.

ત્યાં જ અચાનક ભરી મહેફિલેથી ખુદને હટાવે છે ?

ઓ જિંદગી, આવું શું કરે છે !


હળવેથી કહું તો એક તું જ બધી મથામણ કરાવે છે,

પછી, અડધું મૂકાવી સઘળું આ જીવ ને જ બનાવે છે.

ઓ જિંદગી, આવું શું કરે છે !


દોડી પડું તવ આશરે, તું ભ્રમમાં જ એવા ભરાવે છે.

ખરે ટાણે એ ભ્રમણા તોડી મને મધદરિયે તરાવે છે !

ઓ જિંદગી, આવું શું કરે છે !


હશે તારી ય મરજી કાંઈક અલગ મારી એષણાઓથી,

મેં ક્યાં કરી હોય છે કોઈ જિદ, કે મુજને જ રડાવે છે !

ઓ જિંદગી, આવું શું કરે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract