નવું વર્ષ
નવું વર્ષ
નવું વર્ષ આવું નવું વર્ષ આવ્યું
સપનાને સાકાર કરવા નવું વર્ષ આવ્યું,
સવારને સજાવવા નવું વર્ષ આવ્યું
મહેફિલોને સજાવવા નવું વર્ષ આવ્યું,
જીવનને જાણવા નવું વર્ષ આવ્યું
જીવનને માણવા નવું વર્ષ આવ્યું,
ભૂલોને સુધારવા નવું વર્ષ આવ્યું
પ્રગતિને પામવા નવું વર્ષ આવ્યું,
જીવનને રાહ બતાવવા નવું વર્ષ આવ્યું
વારને તહેવારમાં બદલવા નવું વર્ષ આવ્યું.
