નવું વર્ષ
નવું વર્ષ
વર્ષોના વર્ષોથી આમ જ ચાલતું રહે છે,
ફરી ફરીને નવું વર્ષ આવતું રહે છે,
મનમાં સંકલ્પ વૃક્ષો ઊગતાં રહે છે,
ને આશાઓનું વન પ્રસરતું રહે છે,
સપનાંઓની કૂંપળો ફૂટતી રહે છે,
વિચારોનું ખાતર પાણી મળતું રહે છે,
આશાઓના ફૂલ મહેકતા રહે છે,
ઉમંગ - ઉત્સાહથી જીવન ઊભરાતું રહે છે,
નવું વર્ષ થનગનતું આવતું રહે છે,
નવા સપનાંઓનું બીજ વવાતું રહે છે,
સ્નેહીઓના સ્નેહમાં ભરતી થતી રહે છે,
એટલે જ તેજબિંદુનું તેજ વધતું રહે છે.
