STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Inspirational

નવરંગી હોળી

નવરંગી હોળી

1 min
314

રંગો ભરેલી હોળી આવી,

નવરંગોનો વરસાદ લાવી,

અબીલ ગુલાલ ઉડે છે આજે,

સૌની ઉપર ફરરર ફરરર. 


મધુર મિલનની પળને લાવી,

વરસોના વિરહનો અંત લાવી,

પ્રિયાએ રંગની ભરી પિચકારી,

દોડીને પ્રિયતમ ઉપર ઉડાડી. 


રંગ ઉડ્યો છે સ્ ર્ ર્ ર્ ર્ ર્ ર્ ર્,

ભિંજાયો પ્રિયતમ તરબતરતર,

પ્રિયાને નિહાળી બોલ્યો પ્રિયતમ, 

બસ કર હવે તું અ ર્ ર્ ર્ ર્ ર્ ર્ ર્.


તે જોઈ મસ્તીથી પ્રિયા નાચી,

તા થૈ ત્ ત્ થૈ થ્ ન્ ન્ ન્ ન્ ન્ ન્ ન્,

પાયલ મધુર નાદથી બાજી ઉઠી,

છૂમ્ છનનન છૂમ છુમ છનનનનન.


પ્રિયતમે ગાયો નવરંગ તરાનો,

દિમ્ દિમ્ તનનન દિમ્ દિમ તનનન,

પ્રેમની ધડકન આનંદથી બોલી,

ધડક ધડક ધડ ધડક ધડક ધડ.


મસ્તીથી ઝૂમ્યા પ્રિયા અને પ્રિયતમ,

"મુરલી" મધુરી અને મીઠી બાજી

તાન લહેરાણી ત્ ર્ ર્ ર્ ર્ ર્ ર્ ર્,

પ્રેમથી ફુંદરડી ફર્યા ફ્ ર્ ર્ ર્ ર્ ર્ ર્ ર્.


Rate this content
Log in

Similar gujarati poem from Romance