નવરાત્રી અને રોયલ બ્લ્યુ
નવરાત્રી અને રોયલ બ્લ્યુ
નવરાત્રીના ચોથા દિવસે
પૂજા માતા કુષ્માંડાની,
બ્રહ્માંડમાં ઊર્જા વ્યાપ્ત
કૃપા છે માતા કુષ્માંડાની,
સૂરજ પ્રગટે પ્રકાશ વ્યાપ્ત
આકાશ હોય છે વાદળી,
ચોથા દિવસે રંગ છે
રંગોમાં રંગ રોયલ બ્લ્યુ,
ઊર્જાથી ભરપૂર છે રોયલ બ્લ્યુ,
જાજરમાન, દૈદિપ્યમાન
ઉડાણનું પ્રતિક રોયલ બ્લ્યુ,
જળતત્વનો રંગ છે રોયલ બ્લ્યુ
ઊર્જાથી ભરપૂર છે રોયલ બ્લ્યુ.
