નવલખ
નવલખ
વરસે માની મમતા અઢળક,
મૂલ્ય મમતાનું લાગે નવલખ,
સીંચીને પોતાના દૂધ - રૂધિરથી,
પોષણ કરે સંતાનનું મબલખ,
જોઈને પોતાના સંતાનની પીડા,
થાશે માની આંખો છલક,
કરે સંતાન જીવનમાં પ્રગતિ,
જગાવે મા એવી પ્રભુને અલખ,
સુખી સંસાર સંતાનનો જોઈ,
થઈ જશે માના હૃદયે ટાઢક.
