નવી અંતાક્ષરી - 37
નવી અંતાક્ષરી - 37
શાક-ભાજી : જોડકણાં ક્રમાંક ૧૦૯ થી ૧ર૯
(૧૦૯)
બટાકાનું તો બળ બહુ,
પાછળ તેથી શાક સહુ.
શાકોમાં તેની ખટપટ,
ભજિયામાંયે પાડે વટ.
(૧૧૦)
ટમેટું કેવું લાલ-લીલું,
વધુ પાકતાં થાય ઢીલું.
શાક ને દાળમાં માનીતું,
બાળકોનું કેવું ચાહીતું.
(૧૧૧)
તાજાં તાજાં ટમેટાં આવે,
ખાવાથી મન તાજાં બનાવે.
લોહીમાં લાવતાં સુધારો,
એના કેવા છે ઉપકારો !
(ક્રમશ:)
