STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

3  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 23

નવી અંતાક્ષરી - 23

1 min
374

(૬૭)

બકરી બેં બેં કરતી આવે,

આનંદથી બચ્ચાને બોલાવે.

શીંગ ડોલાવે મુખ હલાવે,

મુખમાં લઈને ચારો ચાવે.


(૬૮)

વરૂના તો વાંકા વિચાર,

આંટા મારી શોધે શિકાર.

નસીબ એમાં આપે સાથ,

શિકાર સાથે ભીડે બાથ.


(૬૯)

થાકે નહિ રણમાં ચાલી,

ઊંટ ચાલે કેવું મહાલી !

તેનાં અઢારે અંગ વાંકાં,

તોયે તેમના મોટા ફાંકા.


(ક્રમશ:)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy