નવા વર્ષની ઉજવણી નવી રીતે
નવા વર્ષની ઉજવણી નવી રીતે
નવા વર્ષના દિવસે નવું કંઇક કરવું મારે,
દુનિયાની ભાગદોડમાંથી થોડો વિરામ લેવો મારે,
સાગર કિનારે બેસી સાગરના ઊંચા ઉછળતા મોજાને નિહાળવા મારે,
કુદરતનું સાનિધ્ય માણવું મારે,
બારીમાંથી દેખાતા આકાશના ટુકડાનેનીરખવા મારે,
ચાંદ સિતારાઓની દોસ્તી કરવી મારે,
પતંગિયાની પાંખ પર સવાર થઈ,
દુનિયાની સફર કરવી મારે,
ફૂલોની સુંગધ ને હૈયે કેદ કરવી મારે,
બાગ સાથે દોસ્તી કરવી મારે,
વરસતા વરસાદમાં ભીંજાવું મારે,
આ વીજળીનાં ચમકારે ગાવું મારે,
આ મોર સાથે નૃત્ય કરવું મારે,
આ ખિસકોલીની સાથે પકડદાવ રમવું મારે,
આ ભોળા કબૂતરની જેમ ગુટરગુ કરવું મારે,
આ ઝાડની બખોલમાં સંતાવું મારે,
આ કોયલ પાસેથી ઉછીનો કંઠ લેવો મારે,
આ સરોવરની પાળે,
આંબા ડાળે,
રખડપટ્ટી કરવી મારે,
આ દુનિયાની ભાગદોડમાં ભૂલી મારા અસ્તિત્વને,
ફરી મારા અસ્તિત્વને ઉજાગર કરવું છે,
ફરી સાચા અર્થમાં જીવવું છે,
આ સુગરી પાસેથી કલા શીખવી મારે,
પોપટ પાસેથી મીઠા બોલ સિખવા મારે,
ઉદાસ હૈયાને ગીત આપવું મારે,
તૂટેલા તાર ને સાંધી સંગીત આપવું મારે,
આ નવા વરસે નવું કંઇક કરવું મારે તો.
