નવા વર્ષની અપેક્ષા
નવા વર્ષની અપેક્ષા


એક વર્ષ ની સાથે એક જીવન પૂર્ણ થયું,
સપનું એ સોનેરી અમસ્તું જ આથમી ગયું,
વ્યાપી ગઈ ઘોર નિરાશા અહીંયા હવે,
આશાનું કિરણ બસ અંધકાર પામી ગયું,
હવે શું ઈચ્છા રાખવી નવ વર્ષમાં મારે,
બધી ઈચ્છાનું હવે વિસર્જન થઈ ગયું,
તું મળી હતી તો લાગ્યું કે જીવન મળ્યું,
હવે એ જીવન મૃત્યુ તરફ વળી ગયું,
હશે એક જ 'અપેક્ષા' નૂતન વર્ષથી 'ઉમંગ' ને,
ફરી તું આવીશ, આ વર્ષે, ફરી નવું વર્ષ લઈને...