STORYMIRROR

ભાવિની રાઠોડ

Inspirational

3  

ભાવિની રાઠોડ

Inspirational

નથી થવું

નથી થવું

1 min
27

મારે કોઈ કવિ નથી થવું, 

મારે કોઈ રવિ નથી થવું, 

પ્રખ્યાતીમાં ખુદથી અજાણ

એવી કોઈ છબી નથી થવું.. 


મારે કોઈ કહાનીનો કિસ્સો નથી થવું, 

દુનિયાની નજરમાં ચળકતો હિરો નથી થવું,

એકલો ઊભો રહી શકું છું, 

જૂઠ્ઠી ભીડભાડનો હિસ્સો નથી થવું...


દુનિયાને જીતવા માટે,

કોઈ રાજાનો વજીર નથી થવું.

હાથ ખમીરનો ઝાલી ન શકે, 

એવી હથેળીનો લીટો નથી થવું... 


રંગમંચ પર ખેલ કરી ભરપૂર, 

પછી રામનામથી ખુદના વાજા વીંટતો નથી થવું. 

દરજી ભલે હોઉં હું મારા કર્મનો,

પણ લાગણીનાં થિગડાં સીવતો નથી થવું..... 


સત્ય કર્મનો સાથ સદા સત્ય છે, 

જૂઠ પર ખોટી વિજય લેતો નથી થવું, 

ખુદથી નજર મેળવી ના શકું,

એવા કર્મનો સમીકરણ નથી થવું... 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational