STORYMIRROR

Nana Mohammedamin

Fantasy Inspirational Others

3  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

નથી કરતો

નથી કરતો

1 min
166

લોકોની મનઘડત વાતો પર છે અવિશ્વાસ મને,

તેથી, ઘરે બેસી સારી ખબરનો હું ઈન્તેજાર નથી કરતો,


કોઈને થોડું આપશો તો પાછળથી માંગશે ભેટ,

તેથી, હર કોઈને મારી ધૂપ-છાંવ હું ઉધાર નથી કરતો,


ડુંગરો દૂરથી રળિયામળા એ વાત તો પાક્કી,

તેથી, નજીક જઈ પથ્થરોનો હું વિહાર નથી કરતો,


જાનવરો એમ પણ બદનામ છે ઘણાં જગતમાં,

તેથી, પથ્થરદિલ ઈન્સાનથી ક્યારેય હું પ્યાર નથી કરતો,


મધદરિયે જઈને ડૂબી જવું એ ક્યાં પરવડે "નાના"ને,

તેથી, લહેરોનો અંદાજ વિના દરિયો હું પાર નથી કરતો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy